પોરબંદરના સેવાભાવી ઓર્થોપેડીક સર્જન ડો. જીતેન્દ્ર તાવરી દ્વારા સરકારી હોસ્પિટલમાં અનેક મદદ.

લાખો રૂપિયાના સાધનો મિત્રો સાથે મળીને અપાયાઃ અનેક દર્દીઓની નિઃશુલ્ક સારવાર.

Date: 23/06/2021


પોરબંદરમાં અગ્રેસર એવું ઓર્થોપેડીક ક્ષેત્રે નામ એટલે ડો. તાવરી અને તેઓ દ્વારા કોરોનાના સમયમાં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે મિત્રો સાથે મળીને અનેક સેવાઓ કરવામાં આવી છે. અને તે રીતે કોરોનાના દર્દીઓને મદદ રૂપ બન્યા છે.

પોરબંદરના સ્ટેશન રોડ ઉપર આવેલ અધતન ઓર્થોપેડીક હોસ્પિટલ તાવરી ઓર્થોપેડીક હોસ્પિટલ ના ડોકટર જીતેન્દ્ર તાવરી ખુબ જ સફળ, ઉમદા વ્યકિતત્વ, મૃદુભાષી, શાંત અને નિષ્ઠાવાન વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓએ પોતાની જન્મભુમીને જ કર્મભુમી બનાવી પોરબંદરના લોકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે.

બિરલા સ્કુલમાંથી અભ્યાસ કરી મહારાજા સયાજી યુનિ. વડોદરાથી એમ.બી.બી.એસ અને એમ.એ. (ઓર્થો) નો ઉચ્ચ અભ્યાસ કરી પોતાના કૌશલ્યનો લાભ પોરબંદરને આપવા માટે સપ્ટેમ્બર ૨૦૦૬ થી પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં હાડકાના સ્પેશ્યાલીસ્ટ તરીકે જોડાઇ ખુબ લાંબો સમય લગભગ પાંચેક વર્ષ ભાવસિંહજી હોસ્પિટલમાં ઉત્તમ સેવા આપી તે દરમ્યાન ખુબ માન-સન્માન મેળવેલા. છેલ્લા નવ વર્ષથી પોતાનીપ્રાઇવેટ તાવરી ઓર્થો. હોસ્પિટલમાં સેવાઓ આપે છે.

હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ હાડકાના તમામ પ્રકારની સારવાર, મસલ્સ, સાંધા અને લીગામેન્ટની બિમારી સારવાર, ફેકચરની તમામ સર્જરી ઓપરેશનની સારવાર, સાંધા (ગોઠણ,થાપા) બદલવાની સારવાર (ઓપરેશન), તમામ પ્રકારના વા, કમરનો દુઃખાવો, મણકાનો દુઃખાવો, ડોકના દુઃખાવા ની સારવાર, બાળકોમાં ઉભી થતી જન્મજાત ખોડ-ખાપણની સારવાર, ખુબ જ વિશાળ જગ્યા, ચોખ્ખાઇ, મેડીકલ સ્પેશ્યલ રૂમ, લેબ. એકસરે, મેડીકલ ફીઝીયોથેરાપીની સગવડ છે.

કોવિડહોસ્પિટલને સાત લાખની મદદ કોરોના કાળ દરમ્યાન ડો. તાવરી દ્વારા પોતાની મિત્ર મંડળના સાથ સહકારથી ભાવસિંહજી હોસ્પિટલમાં મેડીસીન, વ્હીલ ચેર, સ્ટ્રકચર, ફલોમીટર, ઈન્જકશન, સ્પે. સરકીટ વિગેરેની મદદ કરવામાં આવેલ અને આ મદદમાં એમ.કે.સી. ગ્રુપ, ડો. કલ્પેશ મોઢવાડિયા, ડો. નિલેશસિંહ ગોહીલ, યોગેશભાઇ જોશી (ગાંધીનગર), નાંઢા સાહેબ, મહેન્દ્રભાઇ મોતીવરસ, અજયભાઇ મોકરીયા (અમદાવાદ) સહિતના મિત્રો જોડાયા હતા અને અંદાજીત સાત લાખ રૂપિયા ની મદદ કરવામાં આવી હતી. કોરોનાકાળ દરમ્યાન કોરોના વોરીયર્સ તરીકે એકપણ દિવસની રજા રાખ્યા વિના અડીખમ સેવાઓ આપેલ છે.